ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (GMDC) ખાણકામ અને ખનિજ પ્રક્રિયા કરતી ભારતની અગ્રણી કંપનીઓમાંની એક છે, જે ઔદ્યોગિક ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા મહત્ત્વપૂર્ણ ખનિજોનું ખનન કરે છે. GMDC પાંચ દાયકાથી પણ વધુ સમયથી ખાણકામના અનેક ક્ષેત્રોમાં સતત વિકાસ કરી રહ્યું છે. GMDC-GVT દ્વારા GMDC CSR અંતર્ગત ગુજરાતમાં GMDC પ્રૉજેક્ટ સ્થળના વિસ્તારોના યુવાઓ માટે GMDC- સામર્થ્ય રોજગારલક્ષી કૌશલ્ય તાલીમ કાર્યક્રમનો પ્રારંભ કરી રહ્યું છે. GMDC સામર્થ્ય કૌશલ્ય તાલીમ કાર્યક્રમ GMDC-GVT દ્વારા તાલીમ આપતી પ્રતિષ્ઠિત એજન્સીઓ સાથે મળી આગામી ત્રણ વર્ષ દરમિયાન ૩,૦૦૦ યુવાઓને કૌશલ્ય પ્રશિક્ષણ અને રોજગારીની તકો પૂરી પાડશે.
GMDC સામર્થ્યની વિશેષતાઓ
- ધોરણ ૮ પાસ અને ૧૮ થી ૩૫ વર્ષના દરેક યુવક/યુવતી યોગ્યતા પાત્ર
- સંપૂર્ણપણે ગુણવત્તા આધારિત પસંદગી
- માત્ર વેબસાઇટ દ્વારા રજિસ્ટ્રેશન
- પારદર્શક ઑનલાઇન પ્રક્રિયા
- ૮ વિવિધ ક્ષેત્રોમાંથી કારકિર્દી પસંદ કરવાની તક
- ભોજન અને નિવાસની સુવિધા
- ૩-૫ મહિનાની ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ ભારત સરકાર દ્વારા પ્રમાણિત સર્ટિફિકેટ
- અંતિમ પસંદગી પહેલા ટ્રેનિંગ એજન્સી દ્વારા માર્ગદર્શન
પ્રથમ તબક્કામાં પ્રતિષ્ઠિત કંપનીઓમાં 3,000
નોકરીની તક
વેબસાઇટ પર રજિસ્ટ્રેશન શરૂ કરતાં પહેલા મોબાઇલ અથવા કમ્પ્યુટરમાં નીચે દર્શાવેલ દસ્તાવેજોની PDF/JPEG સોફ્ટ કોપી ફાઇલ તૈયાર રાખો.
આળેખના પુરાવા
- આધાર કાર્ડ/ચુંટણીની કાર્ડ/ડ્રાઇવિંગ લાઈસેન્સ
- શૈક્ષણિક લાયકાતનો પુરાવો
- આપનો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ
- આપની સહીનો ફોટો
ટેક્નિકલ હેલ્પલાઈન સંપર્ક નંબર : +91 8448396654 (સમય: સવારે 10:30 થી સાંજે: 06:00)