FAQ's

slider1

Frequently Asked Questions

GMDC સામર્થ્ય- જાણવા જેવા સામાન્ય પ્રશ્નોની માહિતી

GMDCના કાર્યરત પ્રોજેક્ટ-ખાણની આસપાસના ૩૦૦થી વધુ ગામોમાં વસવાટ કરતાં ૧૮ થી ૩૫ વર્ષની વયજૂથના યુવાઓને ‘GMDC સામર્થ્ય અંતર્ગત તાલીમ આપવામાં આવશે.

ધોરણ ૮ પાસથી ૧૨ પાસ (તાલીમ કાર્યક્રમ મુજબ).

ઉમેદવાર પાસે બીપીએલ કાર્ડ આધાર કાર્ડ/વોટિંગ કાર્ડ/ડ્રાઈવિંગ લાઈસન્સ વગેરે પૈકી એક ઓળખપત્ર હોવું જરૂરી છે. ઉમેદવારનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને ઉમેદવારે મેળવેલ અંતિમ શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર/ગુણપત્ર આપવાનું રહેશે.

હા, GMDC સામર્થ્ય અંતર્ગત તાલીમાર્થીએ કોઈ પણ પ્રકારની તાલીમ ફી ચુક્વવાની રહેશે નહીં.

GMDC સામર્થ્ય અંતર્ગત દરેક તાલીમાર્થીઓને નિવાસની સુવિધા ઉપરાંત સવારના નાસ્તા સહિત બંને સમયનું ભોજન આપવામાં આવશે.

GMDC સામર્થ્ય અંતર્ગત તાલીમ માટે પસંદ કરવામાં આવેલી ૬ તાલીમ એજન્સીઓ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં તાલીમ પૂરી પાડવામાં આવશે.

GMDC સામર્થ્ય અંતર્ગત કુલ ૮ ક્ષેત્રોમાં વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવશે, જેમાં માઇનિંગ, ઇલેક્ટ્રોનિક્સ, હેલ્થકેર, લોજિસ્ટિક્સ વગેરે મુખ્ય છે.

GMDC સામર્થ્ય હેઠળ ૩ થી ૫ મહિના સુધીની તાલીમ આપવામાં આવશે.

તાલીમ પૂર્ણ થયા બાદ તાલીમ પૂરી પાડનાર એજન્સીના પ્લેસમેંટ ટાઇ-અપ મુજબ વિવિધ કંપનીમાં તાલીમાર્થીઓને રોજગારીની તકો પૂરી પાડવામાં આવશે.

ના, તાલીમાર્થીને તાલીમ બાદ કોઈ પણ પ્રકારની નાણાકીય સહાય આપવામાં આવશે નહીં.

GMDC સામર્થ્ય હેઠળ તાલીમાર્થીને તાલીમ પૂર્ણ કર્યા બાદ પ્રતિ માસ રૂ. ૯,000થી વધુના વેતનની નોકરી માટે તકો પૂરી પાડવામાં આવશે.

તાલીમાર્થીને નોકરીની તકો મળી રહે તે માટે એજન્સી સતત ૬ મહિના સુધી પ્રયાસ કરતી રહેશે.

હા, GMDC સામર્થ્ય હેઠળ તમામ તાલીમાર્થીને ભારત સરકાર માન્ય પ્રમાણપત્ર આપવામાં આવશે, વધુમાં આ પ્રમાણપત્ર તાલીમાર્થીને ભવિષ્યમાં અન્ય કંપનીમાં નોકરી માટે સહાયરૂપ થશે.

GMDC સામર્થ્ય અંતર્ગત તાલીમાર્થીઓ કામગીરીને વધુ સારી રીતે સમજી શકે તે માટે જરૂરિયાત મુજબ સંસ્થા/ કંપનીમાં તાલીમ માટે મોક્લવામાં આવશે.