About Us

slider1

ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC)

ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. (GMDC) એ ભારતની અગ્રણી ખાણકામ અને ખનિજ પ્રક્રિયા કરતી કંપનીઓમાંની એક છે. પાંચ દાયકા કરતાં વધુ સમયથી, GMDC રાજ્યના ખનિજ સંસાધનોના વિકાસમાં રોકાયેલ છે. GMDCએ એક ઝીરો-ડેટ કંપની છે અને ભારતની ફોર્ચ્યુન 500 કંપનીઓ (2022)માં 486મા ક્રમે છે અને ખાણકામ ક્ષેત્રમાં માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતી ટોપ-5 સંસ્થાઓમાંની એક છે. GMDC એ ભારતની બીજી સૌથી મોટી લિગ્નાઈટ ઉત્પાદક કંપની છે તેમજ ગુજરાતમાં લિગ્નાઈટ સંશોધન અને પુરવઠામાં GMDC અગ્રેસરછે. રાજ્યભરનાડિપોઝિટ સમૃદ્ધ વિસ્તારોમાંથી લિગ્નાઈટનું ખાણકામ કરીને GMDCલિગ્નાઈટને ટેક્સટાઈલ, રસાયણો, સિરામિક્સ, ઈંટો અને કેપ્ટિવ પાવર સહિત વિવિધ ઉચ્ચ વૃદ્ધિ ધરાવતા ઉદ્યોગોમાં લિગ્નાઈટ પૂરો પાડે છે.

GMDC-સામર્થ્ય એ GMDC-CSR હેઠળની એક વિશેષ પહેલ છે. જે અંતર્ગત GMDC પ્રોજેક્ટ એરિયાની આસપાસના ગામોના યુવકોને રોજગારલક્ષી તાલીમ આપી નોકરી માટેની તકો પૂરી પાડવામાં આવશે.


જીએમડીસી- ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ (GMDC-GVT)

GMDC-ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટની સ્થાપના વર્ષ ૧૯૯૧ માં GMDC દ્વારા જાહેર ટ્રસ્ટ તરીકે કરવામાં આવેલ છે. GMDC-ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ એ જીએમડીસી સીએસઆરની અમલીકરણ શાખા છે અને વિવિધ સામાજિક વિકાસ પ્રોજેક્ટોનું અમલીકરણ કરે છે. GMDC-ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ વિકાસના કેટલાક મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં શિક્ષણ, આરોગ્યસંભાળ, આજીવિકા, મહિલા સશક્તિકરણ, કૌશલ્ય તાલીમ અને પર્યાવરણીય ટકાઉપણું મુખ્ય છે. આ સંસ્થા સ્થાનિક સમુદાયો અને હિતધારકો સાથે તેમની જરૂરિયાતોને ઓળખવા માટે કામ કરે છે અને પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખી લોકોની જરૂરિયાતોને અનુલક્ષીને પ્રોજેક્ટ હાથ ધરે છે.

GMDC CSR હેઠળના GMDC-સામર્થ્ય પ્રોજેક્ટનું અમલીકરણ GMDC-ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે.